• કરણી સેનાનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાયું

  • 25 રાજ્યોના પ્રતિનિધિઓએ આપી હાજરી

  • કાર્યક્રમમાં સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો

  • વિવિધ સમાજના અગ્રણીઓનું પણ કરાયું સન્માન

  • મહિલાઓએ તલવારબાજીના કરતબો બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા 

ભરૂચના ઔદ્યોગિક હબ અંકલેશ્વરમાં હાલમાં જ કરણી સેનાનું બે દિવસીય ભવ્ય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું.શાલીમાર હોટલ અને ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા.

ભરૂચના ઔદ્યોગિક હબ અંકલેશ્વરમાં કરણી સેનાનું બે દિવસીય ભવ્ય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના 25 રાજ્યોના પ્રમુખોએ હાજરી આપી હતી. સૂરજપાલ અમ્મુએ દેશમાં વધી રહેલા જાતિવાદ સામે ચિંતા વ્યક્ત કરી ‘સામાજિક સંવાદિતા’ અને ‘એકતા’નો મજબૂત સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમ માત્ર એક સંગઠન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ અહીં યાદવ, પટેલ, બિંદ અને અન્ય સમાજના અગ્રણીઓ અખિલ ક્ષત્રિય સમાજના પ્રમુખ આઈ.બી.સિંહ, ભરૂચ આહીર/યાદવ સમાજ સંઘના પ્રમુખ ઇન્દ્રજીત યાદવ, રાજકીય અગ્રણી અને કોળી પટેલ સમાજના આગેવાન મગન માસ્ટર,બિંદ સમાજના નેતા રાજારામ બિંદ, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુશીલ સિંઘ તેમજ અન્ય મહાનુભાવોમાં ઉદ્યોગપતિ અનુરાગ પાંડે,  વિદ્યાવાશીની ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ શુક્લા અને રોટરી ક્લબના પ્રમુખ પંકજ ભરવાડાનાંઓનું સન્માન કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

સંમેલનનું મુખ્ય આકર્ષણ રહ્યું ‘મહિલા શક્તિ રહ્યું હતું,જેમાં મીરા રાજપૂત અને રેખા શ્રીવાસ્તવના નેતૃત્વમાં મહિલાઓએ સ્ટેજ પર શૌર્યપૂર્ણ તલવારબાજીના કરતબો બતાવ્યા હતા, જેને જોઈને આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

ગુજરાત પ્રમુખ ઓ.પી.સિંહ અને રજનીશસિંહના આયોજન હેઠળ યોજાયેલા આ સંમેલનમાં ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ ઋષભસિંહ અને આશુતોષ સિંહે સંગઠનને ગામે-ગામ મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. અંતમાં રાષ્ટ્રીય મહામંત્રી રાખી ગર્ગે ગુજરાતની ધરતીનો આભાર માની કાર્યક્રમનું સફળ સમાપન કર્યું હતું.