અંકલેશ્વરના સેંગપુરમાં યોજાયો કાર્યક્રમ

યુનિફોર્મનું વિતરણ કરાયુ

320 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

રોટરી ક્લબ અને કલામંદિર જવેલર્સનું સેવાકાર્ય

અંકલેશ્વરની સેંગપુર પ્રાથમિક શાળાના 320 વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ તરાસાડી કોસંબા અને કલામંદિર જવેલર્સના સંયુક્ત ઉપક્રમે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું

રોટરી ક્લબ ઓફ તરાસાડી કોસંબા અને કલામંદિર જવેલર્સના સંયુક્ત ઉપક્રમે સેંગપુર પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શાળાના આશરે ૩૨૦ જેટલા વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી યુનિફોર્મની કીટ અર્પણ કરવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો કલા મંદિર જવેલર્સના શરદ શાહ, સેંગપુર ગામના તાલુકા પંચાયતના સભ્ય સેજલસિંહ વાંસીયા, સરપંચ રશ્મિકા વસાવા, રોટરી પ્રેસિડેન્ટ રઘુવીરસિંહ ઠાકોર,

એ શિક્ષણ સાથે સામાજિક સેવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ તરાસાડી કોસંબા તથા કલામંદિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.