/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/13142306/WzOuO7MA-e1620896182947.jpg)
કોરોના વાયરસની બીજી લહેરમાં ઓકિસજનની તાતી જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે વિદેશોમાંથી ઓકિસજન પ્લાન્ટ સહિતની મદદ મળી રહી છે. આવા સમયમાં અમેરિકાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તથા કેનેડાના સખાવતીઓએ ગુજરાત માટે 9 કરોડ રૂપિયાના ખર્ચે ઓકિસજન કોન્સટ્રેટર ગુજરાત માટે મોકલ્યાં છે.
કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકો મોત સામે ઝઝુમી રહયાં છે. પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવાના શકય તમામ પ્રયાસો કરી રહી છે.
રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન - USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે. જેમાંથી 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી અમદાવાદના જાસપુર ખાતે આવેલાં વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે પહોંચ્યો છે. આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું ગુરૂવારે ઉર્જામંત્રી સૌરભ પટેલ, સંસ્થાના પ્રમુખ આર પી પટેલ સહિતના મહેમાનોની હાજરીમાં પુજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે 20 નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે કોવિડ કાઉન્સિંલિંગ સર્વિસ શરૂ કરાઈ છે.રાજ્યના કોઈ પણ ખુણે વસતાં લોકોને જ્યારે પણ કોરોના થાય અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવાનું કામ વિશ્વઉમિયાધામ મંદિર દ્વારા શરૂ કરાયેલી કોવિડ કાઉન્સિલિંગની ટીમ કરશે. આ ટીમમાં ગુજરાત 20થી વધુ નિષ્ણાંત એમડી લેવલના ડોક્ટરો છે.