New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/2-1.jpg)
કારેલીબાગ કલચર એન્ડ સ્પોર્ટ એસોસીએશન દ્વારા ઉજવાતા ગરબા મહોત્સવમાં યોજાયી મહા આરતી
વડોદરામાં નવરાત્રિ મહોત્સવનાં આઠમાં નોરતે કારેલીબાગ કલચર એન્ડ સ્પોર્ટ એસોસીએશન દ્વારા ઉજવાતા ગરબા મહોત્સવમાં 25,000 દીવડાઓથી માતાજીની આરતી કરવામાં આવી હતી. મહા આરતીમાં ગરબે રમતા યુવાનો- યુવતીઓ સહિત જોવા માટે આવેલા પ્રેક્ષકો પણ મહાઆરતીમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા.
23 વર્ષથી એક જ સ્થળે ગરબા મહોત્સવ યોજતા સતત સાતમાં વર્ષે 25,000 દિવડાઓની મહા આરતીનું આયોજન કેએસસીએ સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ. આ મહા આરતીમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ બીજેપીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નગરની જનતાને તેમણે નવરાત્રી પર્વની શુભેચ્છા આપી હતી.
Latest Stories