/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/18162013/maxresdefault-230.jpg)
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના હસ્તે યુવાનોને ક્રિકેટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને રમતગમતમાં વધુ પ્રવૃત્ત થાય તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પૂર્વ નગરસેવક રાજેશ આયર દ્વારા યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને યુવાનો રમતગમતમાં વધુ પ્રવૃત્ત થાય તે હેતુથી ક્રિકેટ કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
કોરોનાના કારણે ચાલી રહેલી પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા તમામ નિયમોના પાલન સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુવાનોને ક્રિકેટ કીટનું વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન RSPના પૂર્વ નગરસેવક પૂર્ણિમા આયર, હેમલતા ગોર અને રાજેશ આયર સહિત તેમની ટીમના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.