વડોદરા : દેથાણ ગામની માધ્યમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું, કોરોના દર્દીઓને મળશે યોગ્ય સારવાર

New Update
વડોદરા : દેથાણ ગામની માધ્યમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું, કોરોના દર્દીઓને મળશે યોગ્ય સારવાર

સમગ્ર દેશમાં તેમજ રાજ્યોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જેમાં વડોદરા જિલ્લાનો કરજણ તાલુકો પણ બાકાત રહ્યો નથી, ત્યારે દેથાણ ગામની માધ્યમિક શાળા ખાતે ગ્રામજનો અને કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તેમજ જે ઘરોમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યો હોય, તેના પરિવારજનો સંક્રમિત ન થાય તે સાથે જ લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય તેવી વ્યવસ્થા સાથે દેથાણ ગામની શાળામાં 10 બેડની સુવિધા ધરાવતા કોવિડ કેર સેન્ટરનો રવિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેથાણ ગામની શાળામાં બનાવેલ કોવિડ કેર સેન્ટરમાં તબીબ તથા નર્સીંગ સ્ટાફ સાથે દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કવોરન્ટાઇન થયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ, કોંગી અગ્રણીઓ સહિત કિરીટસિંહ જાડેજા, ભાસ્કર ભટ્ટ, નીલા ઉપાધ્યાય, અભિષેક ઉપાધ્યાય, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મિત પટેલ, હિતેશ ગોહિલ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, સદસ્યો તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories