ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામ હેઠળ નવી દિલ્હી ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વડોદરા મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજું અને ગુજરાત કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 188 જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં જુદી જુદી પ્રવૃત્તિઓના આધારે 75 જેટલા શહેરો અને જિલ્લાઓને પ્રમાણિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવેલા 3 ક્લીન સ્ટ્રીટ ફૂડ હબમાં વડોદરાના કમાટી બાગ સામે આવેલ ફૂડ એન્ડ હબને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગત તા. 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે નિમિત્તે fda ભવન, નવી દિલ્હી ખાતે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં fssai દ્વારા આ એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકાના એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રોગ્રામમાં વડોદરા મહાનગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી છે. 75 શહેર જિલ્લા પૈકી વડોદરાએ રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે રાજ્ય સ્તરે વડોદરાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારે આ પ્રસંગે મેયર કેયુર રોકડિયા દ્વારા આરોગ્ય વિભાગની ટીમને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170