Connect Gujarat
Featured

વડોદરા: ફિલ્મી સ્ટાઈલમાં થયેલા કરોડોની ચોરીનો ભેદ ઉકેલતી રેલવે પોલીસ; બે આરોપી સહિત 4.64 કરોડનો મુદ્દામાલ કબ્જે

વડોદરા: ફિલ્મી સ્ટાઈલમાં થયેલા કરોડોની ચોરીનો ભેદ ઉકેલતી રેલવે પોલીસ; બે આરોપી સહિત 4.64 કરોડનો મુદ્દામાલ કબ્જે
X

ગુજરાત રેલવે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. ફિલ્મી સ્ટાઈલમાં થયેલા કરોડોની ચોરી ભેદ ઉકેલી કાઢયો છે. ગત 8 એપ્રિલના રોજ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં 4.74 કરોડ રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, કાંતિ અમૃતિયા આંગડિયા પેઢીના કર્મચારીઓ મુંબઈથી આંગડિયા લઈને અમદાવાદ આવી રહ્યાં હતાં. ભરૂચ સ્ટેશન બાદ તે લોકો સુઈ ગયા હતા અને ત્યાર બાદ જયારે જાગ્યા ત્યારે ખબર પડી કે તેમની બેગ ચોરી થઈ ગઈ છે જેથી તેમને રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપીઓ બંગાળના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું બાદમાં રેલ્વે પોલીસની ટિમ બંગાળ પહોંચી હતી. ત્યાં તેમના ગુનાને અંજામ આપનાર બે આરોપી મોન્ટુ હલદાર અને અશોક સરકાર ને પકડી તેમની પાસે થી 4.64 કરોડના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસને ત્યાંની કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા નથી અને આરોપીઓને જામીન ઉપર મુક્ત કરી દીધા છે.

Next Story