વડોદરાના અકોટામાં આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો
વડોદરામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ઠેર ઠેર મગરો નીકળવાના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે ગતરોજ મોડી રાત્રે અકોટા પાસે આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકો દ્વારા ખાનગી સંસ્થાને જાણ કરવામાં આવતા ખાનગી સંસ્થાના રેસ્ક્યુવર તુરંત જ ત્યાં પહોંચી ભારે જેહમત બાદ મહા મુસીબતે 14 ફૂટ લાંબા મગરનું કરવા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ મગરને તેના સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યો હતો.
