Connect Gujarat
સમાચાર

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 69 મો દિક્ષાંત સમારોહ યોજાયો

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 69 મો દિક્ષાંત સમારોહ યોજાયો
X

વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને કારણે વર્ચુઅલ પ્લેટફોર્મ પર દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.માનનીય ચન્સેલર મેડમ રાજમાતા શુભાન્ગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરાગત રીતે પ્રત્યક્ષ સ્વરૂપે હાજર રહી દિક્ષાંત સમારોહની શરૂઆત કરી. વિશ્વવિદ્યાલયના બધા જ સીન્ડીકેટ અને સેનેટ સભ્યો અને સવર્ણ પદક મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ સમારોહમાં વર્ચુઅલી જોડાયા હતા.

વિશ્વવિદ્યાલયના ગાન અને દિક્ષાંત સમારોહ ની શરૂઆત બાદ બધી શાખા પ્રતિનિધીઓએ ચન્સેલર મેડમ પાસે તેમની શાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની પરવાનગી માંગી અને ચન્સેલર મેડમ રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરા અનુસાર તેની પરવાનગી આપી. ત્યાર બાદ તેમણે બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા, સમારોહ ના મુખ્ય અતિથી માનનીય અજય ભટ્ટ, કે જેઓ USA સ્થિત Computer Architect & Inventor of USB અને Faculty of Technology & Engineering ના ભુપૂર્વ વિદ્યાર્થી છે તેમનો વિગતે પરિચય આપી તેમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નિવેદન કર્યું.

અજય ભટ્ટ એ તેમના વક્તવ્યની શરૂઆત સૌ પ્રથમ વિધાર્થીઓને દિક્ષાંત થાવાનીની શુભેચ્છાઓ સાથે કરી કે જેમની અથાગ મેહ્નાતના ભાગ રૂપે આપે તેઓ આ સ્થાને પોહોચી શક્યાં છે. તેમણે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિનું મુલ્ય સમજી અને પછી ભવિષ્યનું અન્વેષણ કરવા જણાવ્યું. ખુબ આનંદ સહીત તેમણે જણાવ્યું કે તેમનો આ વિશ્વવિદ્યાલય સાથેનો સબંધ ખુબ જુનો છે, કારણ તેમના પિતાજી અને કાકા બેવ ક્યારેક અહી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કેવી રીતે તેના માતાપિતા અને કાકાએ તેમને સતત અને સખત મહેનતનું મહત્વ શીખવ્યું. અને ખાસ કરીને તેમની માતાએ તેમણે શ્રદ્ધા રાખતા અને હંમેશા આશાવાન રેહતા શીખવ્યું.

મુખ્ય અતિથિશ્રીએ વિદ્યાર્થીઓને આપેલા મુખ્ય પાઠ નીચે મુજબના હતા:

તમારા જીવનમાં આગળ વધવા અને સફળ થવા માટે આપણે સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,માત્ર નવીનતા પર નહીં.

સોલ્યુશન શોધતા પહેલા વિદ્યાર્થીઓએ હંમેશા તેમની સમસ્યા વ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ હોવું જોઈએ.

જીવનમાં નિષ્ફળતા એ વાસ્તવિક અર્થમાં સફળ જીવન માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે.

વધુ આગળ તમને વિદ્યાર્થીઓને સલાહ આપી કે તમારા રોજીંદા કાર્યોની સૂચીમાંથી લક્ષ્યપ્રપ્તીને લગતા કાર્યોને હંમેશા અગ્રીમતા આપવી જોઈએ, આ કરવાથી વ્યક્તિની કાર્યદક્ષતા અને ઉત્પાદકતા વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જો તેઓ અગાઉ ઉકેલી ન શક્યા હોત તો તે છોડવું જોઈએ નહીં.

કોઈ પણ સમસ્યાનો વિશિષ્ટ ઉકેલ એ તમને સાચા નેતૃત્વ તરફ લઇ જશે. કોઈપણ નવીનતમ વિચારને સફર બનાવવા તમારી ટીમની સહિયારી મેહનત કામ કરે છે આથી જયારે તમે સફળ થાઓ ત્યારે એ સફળતાનો શ્રેય બધા સાથે શેર કરવો એ ખુબ જરૂરી છે, તેમની સાથે સફળતાની ક્રેડિટ શેર કરવી જોઈએ.

જયારે પણ તમે કોઈ નિર્ણય લો ત્યારે તમારી આન્તર લાગણીને અનુસરો અને પોતાના પર અને પોતાના નિર્ણય પર પૂરો વિશ્વાસ રાખો. અને અંતે તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ સમાજમાં કંઈક પાછું આપીને હંમેશા તેમની સફળતાની ઉજવણી કરવી જોઈએ. આ રીતે તેઓના જીવનમાં હંમેશા એક નિર્મળ શુખની અનુભૂતિ કરશે.

અજય ભટ્ટ વક્તવ્ય પછી વિશ્વવિદ્યાલયના કુલપતિ માનનીય પ્રો. પરિમલ વ્યાસ સાહેબે આભાર સહ વિશ્વવિદ્યાલયમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની પ્રવૃત્તિ, ઉપલબ્ધી અને વિકાસ અંગેનો અહેવાલ પ્રસ્તુત કર્યો. તેમણે સહર્ષ જણાવ્યું કે વૈશ્વીકમહામારી વચ્ચે પણ વિશ્વવિદ્યાલયે પોતાની શિક્ષણ, સંશોધન અને સમાજ ઉપયોગી થવાની એકેય પ્રવૃત્તિમાં પછી પાણી નથી કરી અને નવતર પ્રયોગો સાથે ખુબ સફળતાપૂર્વક અને આગવી ઉપ્લાબ્ધુઓ સાથે સામનો કરેલ છે.

આ પછી આજના દિક્ષાંત સમારોહમાં ૧૮૪ વિધાર્થીઓને ૨૮૫ સરન પદક એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત ૧૩૭ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની પડવી પણ એનાયત કરવામાં આવી. પદવીદાન સમારોહ પછી અંતે દર્શન મારું, ડે. રજીસ્ટ્રાર એક્ઝામ એ આભારવિધિ કરી અને અને ચન્સેલર મેડમ રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે ઔપચારિક રૂપે કાર્યક્રમને પૂર્ણ જાહેરાત કરી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

Next Story