વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી

યુનિ.ની મુખ્ય બિલ્ડીંગ ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓના એડમિશનના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન

યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વિદ્યાર્થીઓના હિતમાં નિણર્ય લેવા NSUI દ્વારા રજૂઆત

વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડીંગ ખાતે NSUI દ્વારા એડમિશનના મુદા લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડીંગ ખાતે એડમિશનના મુદા લઈને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ સાથે જ કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છેતેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકેવિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

NSUI દ્વારા ઘણા વિરોધ પ્રદર્શન બાદ પણ ડીન કેતન ઉપાઘ્યાયએ આવેદન પત્ર નહીં સ્વીકારતા વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતોત્યારે હાલ તોસમગ્ર મામલે NSUI દ્વારા 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છેઅને વિદ્યાર્થીઓના હિતમાં નિણર્ય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશેતેવી NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.