કોયલી પાસેIOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટનો મામલો
IOCL આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા
દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ
મૃતકોના પરિવારજનોએ કંપની બહાર ભારે હોબાળો મચાવ્યો
જરૂરી કાર્યવાહીની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાય
વડોદરાના કોયલી પાસેIOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્યારે મૃતકોના પરિજનોએ કંપની બહાર ભારે આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.
વડોદરા શહેરના કોયલી પાસે આવેલીIOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, આસપાસના કોયલી, રણોલી, કરચિયા સહિતના ગામોમાં સન્નાટો છવાય ગયો હતો. તો બીજી તરફ, આગની દુર્ઘટનામાં જે 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તેમના પરિજનો રિફાઈનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.
IOCL રિફાઈનરીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, કાબૂ મેળવતા 15 કલાક જેટલી જહેમત લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઈનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. જોકે, કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ, થોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા.
IOCL રિફાઈનરી પર મોટી સંખ્યામાં પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓ એકત્ર થતા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.IOCL રિફાઇનરીમાં આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.