વડોદરામાં અમિત શાહનો મેગા શો: શાહનું રાસ ગરબા અને ફુગ્ગા છોડી સ્વાગત કરાયું

ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે હરહર મહાદેવના નાદ સાથે રોડ શો સંપન્ન થયો હતો

New Update
વડોદરામાં અમિત શાહનો મેગા શો: શાહનું રાસ ગરબા અને ફુગ્ગા છોડી સ્વાગત કરાયું

આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેમણે દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કર્યો હતો. જેમાં સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. ત્યારબાદ મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધી હતી. આ ઉપરાંત તેમણે વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કર્યો હતો.

રોડ શો ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પહોંચ્યો હતો. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે હરહર મહાદેવના નાદ સાથે રોડ શો સંપન્ન થયો હતો. સમાપન સ્થળે અમિત શાહે જય શ્રી રામના નારા લાગ્યા હતા. સમગ્ર રોડ શોના રૂટ ઉપર મોદીની ગેરંટીની સ્પીચ અને 400 પારનું ગીત ગૂંજતુ રહ્યું હતું. ગાયક કલાકારો એ ભારત કા બચ્ચા ગીતથી વાતાવરણ ગૂંજવ્યું હતું. દરમિયાન માર્ગમાં બનાવેલા સ્ટેજ ઉપર યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી

ભાજપા ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉમટી પડ્યા હતા. રોડ શો રૂટ પર કેસરિયા માહોલ છવાયો હતો. જય શ્રી રામના નાદથી રોડ શોના પ્રારંભ સ્થળનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો દરમિયાન રોડ શો કાર્યક્રમ સ્થળે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા..

Latest Stories