Connect Gujarat
વડોદરા 

એશિયાનો સૌથી ભવ્ય વિન્ટેજ કાર શો વડોદરામાં યોજાયો,75 વિન્ટેજ કારની રેલી SOU પહોચી...

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ તમામ વિન્ટેજ કારને વડોદરા ખાતે આવતી કાલથી 3 દિવસ સુધી પ્રદર્શન ખાતે મુકવામાં આવશે.

X

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ તમામ વિન્ટેજ કારને વડોદરા ખાતે આવતી કાલથી 3 દિવસ સુધી પ્રદર્શન ખાતે મુકવામાં આવશે.

21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક્સ સામેલ થઈ છે. કોન્કોર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે કોન્કોર્સની નવ આવૃત્તિ દિલ્હી ખાતે આયોજિત કરાઈ હતી. જે આ વર્ષે વડોદરામાં યોજાઈ છે. કોન્કોર્સમાં આવનારી તમામ ગાડીઓ પહેલીવાર જ પ્રદર્શિત થઇ છે.

કોન્કોર્સમાં 300 જેટલી ગાડીઓ સ્પર્ધામાં ઉતરશે. જેમાંથી 75 જેટલી વિન્ટેજ કારની આજરોજ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલી કાઢવામાં આવી હતી. જે બપોર બાદ વડોદરા ખાતે પરત ફરી, આવતીકાલથી 3 દિવસ પ્રદર્શન ખાતે મુકવામાં આવશે, ત્યારે શહેરીજનો પણ તા. 6થી 8 જાન્યુઆરી દરમ્યાન સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળી શકે છે.

Next Story