વૈશ્વિક હિન્દૂ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની પુર્ણાહુતિ
પૂ.વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં કરાયું હતું આયોજન
હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિનો લ્હાવો લીધો
આર્ટિસ્ટ અભિષેક સાલવીએ મહારાજશ્રીને પોર્ટેટની ભેટ આપી
પોટ્રેટ મેળવીને મહારાજશ્રીએ આર્ટિસ્ટની કળાને બિરદાવી
વડોદરાના નવલખી મેદાનમાં વૈશ્વિક હિન્દૂ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે પૂ. વ્રજરાજકુમારજી મહારાજને ભારતના પ્રખ્યાત આર્ટિસ અભિષેક સાલવી દ્વારા પોર્ટ્રેટની સુંદર ભેટ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરા નવલખી મેદાન ખાતે આયોજિત વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ-2025'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,જેની પૂર્ણાહુતિ થઈ હતી.વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના 15 વર્ષ અને વ્રજધામના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે પૂ.વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ભારતના પ્રખ્યાત આર્ટિસ્ટ અભિષેક સાલવી તેમના મિત્ર જય દવે, ગરિમા દવે અને હર્ષ રાઠોડ દ્વારા પૂ.મહારાજને પોર્ટ્રેટ ભેટ આપવામાં આવ્યું હતું, આ અવસર નિમિત્તે પૂ.શ્રીએ અભિષેક સાલવીની કળાને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા હતા.વધુમાં આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ ત્રિવેદી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા હતા.