Connect Gujarat
વડોદરા 

“હરણી બોટકાંડ” : કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકાના ભાગીદાર એવા 4 આરોપીની ધરપકડ, પોલીસે યોજી પત્રકાર પરિષદ

વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી

X

હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોતનો મામલો

ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો

DCP પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી

બોટકાંડમાં પોલીસ દ્વારા વધુ 4 આરોપીઓની ધરપકડ કરાય

અત્યાર સુધીમાં બોટકાંડમાં 13 આરોપીની કરાય છે ધરપકડ

વડોદરા હરણી બોટકાંડ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ઝોન-4ના DCPએ જણાવ્યું હતું. બોટકાંડમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 6 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હરણી બોટકાંડ મામલે ઝોન-4ના DCP પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું DCPએ જણાવી હતું. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. આ ચારેય પેટા કોન્ટ્રાક્ટર આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકાના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનથી વડોદરા આવતી વેળા વટામણ નજીકથી પોલીસે આરોપી નિલેશ જૈનને ઝડપી પાડ્યો હતો. આરોપી નિલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો, અને રોજે રોજ કર્મચારીઓ પાસેથી હિસાબ લેતો હતો. તો બીજી તરફ, આરોપી પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટની જાણ કોઈને કરી નહોતી, ત્યારે હાલ તો પોલીસ પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ શોઘી રહી છે. વધુમાં આરોપી પરેશ શાહના પરિવારની શોઘખોળ માટે ગુજરાત બહાર પણ પોલીસની 2 ટીમ કામે લાગી છે.

Next Story