વડોદરા : કરજણના માંગરોલ ગામમાં આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ..!

માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ

New Update
વડોદરા : કરજણના માંગરોલ ગામમાં આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ..!

પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યું કરજણ તાલુકાનું માંગરોલ ગામ

માંગરોલના આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ

સ્થાનિક રહીશોની રજૂઆત બાદ પણ આંખ આડા કાન કરતું તંત્ર

પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે. આ સાથે જ દુષિત પીવાનું પાણી આવતાં અનેક લોકો ઝાડા-ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેક વાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઇ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક રહીશોની રજૂઆત સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે. માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories