વડોદરા : પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ નં. 1ના નગરસેવકો ધરણાં પર બેઠા

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા સમયથી પાણી સમયસર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે જ ક્યારેક ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમય પર પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. તો બીજી તરફઘણી વખત ગંદુ પાણી વાપરી જીવન નિર્વાહ કરવું પડે છે.

તેવામાં સ્થાનિકોની માંગને વાચા આપવા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જહા દેસાઈપુષ્પા વાઘેલાહરીશ પટેલ ખુદ ધરણા પર બેસી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો નગરસેવકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

#Drinking water #water issues #municipal servants #Vadodara News #strike news
Here are a few more articles:
Read the Next Article