Connect Gujarat
વડોદરા 

વડોદરા વાસીઓ માટે "રાહત" : વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસ અને CNGના ભાવમાં ઘટાડો...

વડોદરા ગેસ લિમીટેડ કંપની દ્વારા ગ્રાહકોને રાહત આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરા વાસીઓ માટે રાહત : વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસ અને CNGના ભાવમાં ઘટાડો...
X

વડોદરા ગેસ લિમીટેડ કંપની દ્વારા ગ્રાહકોને રાહત આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાઇપ્ડ ગેસમાં રૂ. 4.40 પ્રતિ યુનિટ. નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સીએનજી ગેસમાં રૂ. 7.40 નો ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ગેસની સરખામણીએ વડોદરા ગેસ દ્વારા ઓછા પૈસા વસુલવામાં આવતો હોવાનો દાવો પણ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા ગેસ લિ. દ્વારા શહેરમાં 2 લાખ ઉપરાંત રહેણાંક એકમોમાં પાઇપ્ડ ગેસ પહોંચાડવામાં આવે છે. કંપની દ્વારા જણાવવામાં આવેલ અખબારી યાદી અનુસાર, હાલમાં ઘરેલું ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 4.40 નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્રાહકો અત્યાર સુધી રૂ. 50.60 પ્રતિ યુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. તેના બદલે હવે નવો ભાવ રૂ. 46.20 ચુકવવાનો રહેશે. વધુમાં જણાવાયું છે કે, કંપની દ્વારા સીએનજીના ભાવમાં રૂ. 7.40 નો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલનો ભાવ રૂ. 85 હતો, જેમાં નવો ભાવ રૂ. 77.60 ટેક્સ સાથે કરવામાં આવ્યો છે. આ ભાવ 18 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

Next Story