Connect Gujarat
વડોદરા 

વડોદરા : લેકઝોનના એન્ટ્રી-એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા, બોટીંગની સુરક્ષા સામે કોંગી નેતાઓના સવાલ.!

ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે.

X

વડોદરાના હરણી તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનાનો મામલો

દુર્ઘટનામાં 12 બાળક સહિત2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો

લેકઝોનના તમામ એન્ટ્રી-એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા

બોટીંગની સુરક્ષા સામે કોંગ્રેસના નેતાઓએ ઊભા કર્યા સવાલો

મ્યુનિ. કમિશનર સામે પણ કડક પગલાં લેવા કરી ઉગ્ર માંગ

વડોદરા શહેરના હરણી તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે, ત્યારે લેકઝોનના તમામ એન્ટ્રી-એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા છે. તો બીજી તરફ, પિકનિક પોઇન્ટ ઉપર બોટીંગની સુરક્ષા સામે પણ કોંગ્રેસના નેતાઓએ સવાલો કરી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. એક તરફ, આ કરૂણ ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ, રાજ્યમાં ઘણા પિકનિક પોઇન્ટ ઉપર બોટીંગની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે વડોદરા શહેરના લેકઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા છે. આ સાથે જ ફૂડ કોર્ટની દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. ગુન્હો દાખલ થતાં જ લેકઝોન પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અને જો કોઈપણ વ્યક્તિ લેકઝોનમાં કરશે તો તેના વિરુદ્ધ ટ્રેસપાસિંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરાના હરણી ખાતે સર્જાયેલી કરૂણ ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં ગમગીની ફેલાઈ ગઈ છે. તો બીજી તરફ, ઘણા પિકનિક પોઇન્ટ ઉપર બોટીંગની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે વડોદરાના હરણી તળાવ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં સરકાર પર શાબ્દિક પ્રહાર કરી સરકાર દ્વારા આરોપીઓને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story