વડોદરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 11 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર

બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા

New Update

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

11 જેટલી વિદ્યાર્થિનીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર

ફૂડ પોઇઝનિંગની ઘટના અંગે આરોગ્ય વિભાગ દોડતું થયું

આરોગ્ય વિભાગે નમૂના મેળવી તપાસ અર્થે લેબ મોકલ્યા

ફૂડ પોઇઝનિંગ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 11 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણી વિધાર્થિનીઓ રહીં અભ્યાસ કરે છે. તેવામાં ગત શનિવારના રોજ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા.

જોકેહોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ કેપછી બહારની વસ્તુ ખાવાથી અસર થઇ તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. કારણકે માત્ર 5 વિધાર્થિનીઓએ જ બહારથી મંગાવેલા પફ ખાધા હતાજ્યારે હોસ્ટેલમાં કઢી અને ખીચડી વિધાર્થીનીઓને આપવામાં આવી હતી.

આ અસરને લઇ વિદ્યાર્થિનીઓ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતીઅને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફવડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. આરોગ્યની ટીમે રૂબરૂ આવી રસોડાની તપાસ કરાતાં છાત્રાલયનું રસોડું ચોખુ જણાઈ આવ્યું હતું.

Latest Stories