Connect Gujarat
વડોદરા 

વડોદરા: 84 વર્ષના વૃદ્ધા આજે પણ મળસ્કે 4 વાગ્યે ઉઠી 300 લોકોનું બનાવે છે ભોજન, જુઓ અનોખા સેવાયજ્ઞની કહાની

શહેરના 84 વર્ષીય બા છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઊઠીને જાતે 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે

વડોદરા: 84 વર્ષના વૃદ્ધા આજે પણ મળસ્કે 4 વાગ્યે ઉઠી 300 લોકોનું બનાવે છે ભોજન, જુઓ અનોખા સેવાયજ્ઞની કહાની
X

વડોદરા શહેરના 84 વર્ષીય બા છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઊઠીને જાતે 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે ત્યારે નર્મદા બાની આ સેવાને અનેક લોકો બિરદાવી રહ્યા છે

વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કારી નગરી એટલા માટે કે અહીં રહેતા લોકોના સંસ્કારો પરથી વડોદરા શહેર જાણીતું છે. વડોદરા શહેરના 84 વર્ષીય નર્મદા બા કે જેઓ છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવે છે. નર્મદા બા શહેરના બકરાવાડી વિસ્તારના આર.વી.દેસાઈ રોડ પર રહે છે. નર્મદાબેન પટેલ છેલ્લા 35 વર્ષથી રોજ નિ:સહાય અને નિરાધાર લોકોને જમાડવા રામભરોસે અન્નક્ષેત્ર ચલાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને જાતે 250 થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે અને વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા અને હોસ્પિટલના દર્દીઓ તેમજ તેમના સગાઓને ભોજન જમાડે છે. તેમની આ સેવામાં રસ્તે જતા લોકો પણ તેમની સાથે સેવા કરવામાં જોડાઈ જાય છે. નર્મદા બા એ જણાવ્યું કે, મારા પતિ અંબાલાલ પટેલ સાથે મળીને આ સેવા શરૂ કરી હતી. તે ભગવાનના ઘરે ગયા પછી પણ મેં આ સેવા ચાલુ રાખી છે. "કરવું હોય તો બધું જ થાય" હું આ વાતમાં માનું છું. એટલે રોજ સવારે 4 વાગે ઉઠી અને જમવાનું બનાવું છું. શરૂઆતમાં હું ખીચડી કઢી બનાવતી હતી. પરંતુ હવે દાળ, ભાત, શાક, શીરો અને ઘણીવાર ફરસાણમાં ખમણ પણ લોકોને જમાડુ છુ. દરરોજ લોકોને મારા હાથેથી બનાવેલી વિવિધ વાનગીઓ જમાડું છું જેમાં મને ઘણો આનંદ મળે છે. અને દાતાઓન સાથ સહકારથી આ કાર્ય કરી શકું છું.

Next Story