/connect-gujarat/media/post_banners/f06b1d043945638ddf7cd1b0953e945e778be69772e5362c6d87d8ce5951c0f6.jpg)
લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ હજુ વિવાદ શમ્યો નથી. અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગી ગયાં છે.
લક્ષ્મીપુરામાં લગવાયેલાં બેનરમાં લખવામાં આવ્યું છે કે, અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. અમારા માટે રાજકારણ કરતાં વિશેષ સમાજ છે.
સમાજની દીકરીઓ વિશે વાણીવિલાસ કરીને મત લેવા એના કરતાં એમનાં માથાં ઉતારી દેવાનો ઈતિહાસ સાક્ષી છે. જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીનો લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ બંધી જાહેર કરે છે.