વડોદરા : MS યુનિવર્સિટીમાં આજે “કાળો દિવસ”, પ્રવેશના મુદ્દે વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી હલ્લાબોલ કર્યો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનના મુદ્દે ભારે હંગામા મચાવવામાં આવ્યો હતો.

New Update

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનના મુદ્દે ભારે હંગામા મચાવવામાં આવ્યો હતો. કોમર્શ પદ્ધતિમાં 75%એ એડમિશન અટકતા કેટલાય વિદ્યાર્થીઓ અટવાઈ પડે તેમ હતાજેના કારણે વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ સેનેટ સભ્યોએ હંગામો મચાવ્યો હતો.

ધોરણ-12ના પરિણામો જાહેર થયા બાદ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વખતે સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાયા હતાત્યારે આ વખતે કોમર્સ ફેકલ્ટીમાં 75%એ પ્રવેશ બંધ થયો હતોજેને લઈને વિદ્યાર્થી સંગઠનો તેમજ પૂર્વ સેનેટ સભ્યો તેમજ વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી આ મામલે આપવો જોવા મળે છેત્યારે વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ સેનેટ સભ્યો અને વાલીઓ એમએસયુના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતાઅને ભારે હંગામા મચાવ્યો હતો. સૌકોઈ એક જ માંગ કરી રહ્યું હતુંતે સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશન વગર રહી ન જાય અને તમામને એડમિશન મળે.

તો બીજી તરફવડોદરાના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય દ્વારા પણ વાઇસ ચાન્સેલર સાથે ગઈકાલે એક બેઠક કરવામાં આવી હતીઅને તેમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કેજે ગત વર્ષે સ્થાનિકો માટેનો કોટા હતોતે કોટા આ વખતે યથાવત રાખવામાં આવશેજેના કારણે 1,400 જેટલા વિદ્યાર્થીઓને વધુ એડમિશન મળશેઅને ટકાવારી પણ નીચી જશે.

 

Latest Stories