-
વડોદરા IOCL દુર્ઘટનાનો મામલો
-
બ્લાસ્ટ અને આગમાં બે શ્રમિકોના થયા હતા મોત
-
મેજીસ્ટ્રીયલ તપાસમાં અધિકારીઓની ગેરહાજરી
-
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહી છે ઈન્કવાયરી
-
ગ્રામજનોએ તપાસ પર ઉઠાવ્યા સવાલ
વડોદરા પાસેની IOCL ગુજરાત રિફાઈનરીમાં સર્જાયેલી દુર્ઘટના મુદ્દે ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઈન્કવાયરી શરૂ કરવામાં આવી છે,આ તપાસ દરમિયાન કંપનીના જવાબદાર અધિકરીઓ જ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા પાસેની IOCL ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા.આ મામલે ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા.
જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા,વધુમાં જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા.આગામી દિવસોમાં ફરી મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવશે.
તો બીજી તરફ આ સમયે કરચીયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો.IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માંગ કરી હતી.