વડોદરા: પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરતાં નિવૃત્ત આર્મી જવાન

આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ. તેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે.

New Update
VDR KHEDUT

ગુજરાત અને દેશભરમાં જ્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છેત્યારે વડોદરાના અલવાના નિવૃત્ત આર્મી જવાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે રૂ. 6 લાખની કમાણી કરી રહ્યા છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કહાની...

આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ. તેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. રવજી ચૌહાણ એક પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે. જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણાપુરી પાડી રહ્યા છે. ખેડૂત પોતાની 5 વીઘા જમીનમાં 3 ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે.

તેમણે 5 પ્રકારના આંબા સાથે ચીકુજામફળ અને આંતરપાક તરીકે ડાંગરધઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો રહી રહ્યા છે. સાથે જ સરકારની સહાયથી 5 હોર્સ પાવરની સોલાર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચો બચાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ રળી શકાય છેતેવુ ઉદાહરણ પુરુ પાડી ખેડૂત રવજી ચૌહાણ પંથકમાં અન્ય ખેડૂતોને પણ તાલીમ આપીને પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ-વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે.

 

Latest Stories