/connect-gujarat/media/post_banners/cb639f867c2c224bdee4dd9f571c400b5fb0be1f81a9ad8bda15b8864a19afaf.jpg)
વડોદરામાં ફ્રેન્ડ સોસાયટી દ્વારા અંધજનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 42જેટલા અંધજન ખેલાડીઓએ ભાગ લીધો હતો વડોદરા શહેરના ફતેગંજ સ્થિત ફ્રેન્ડ સોસાયટી દ્વારા અંધજનો માટે ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આખા ગુજરાત રાજ્યમાંથી 42 જેટલા અંધજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં સ્પર્ધાને અંતે વિજેતા જાહેર કરીને ઇનામ વિતરણ કરવામાં આવશે તથા બાકીના તમામ લોકોને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે. ફ્રેન્ડ સોસાયટી ઘણા વર્ષોથી ખાસ અંધજનો અને વિકલાંગ લોકો માટે કાર્યરત છે. આ કોમ્પિટિશન રાખવા પાછળનો ઉદ્દેશ્ય એ જ હતો કે અંધજનો આવનારા સમયમાં ખેલ મહાકુંભ કે બીજી અન્ય ચેસ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે અને પોતાનું રેટિંગ વધારી શકે.