વડોદરા : રણોલીમાંથી હેરોઇનનો જથ્થો ઝડપાયો, આરોપીની ધરપકડ

વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે.શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે હેરોઈનનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે

author-image
By Connect Gujarat Desk
New Update

વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે.શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે હેરોઈનનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે તેઓએ રણોલી વિસ્તારમાં આવેલ અક્ષર રેસીડેન્સીના સી-510 નંબરના મકાનમાં દરોડા પાડ્યા હતા.મકાનમાં તપાસ કરતા અંદરથી 40 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે મકાનમાં રહેતા બાઝસિંગ સરદાર નામના આરોપીની અટકાયત કરી હતી. આરોપી પોતાના પરિવાર સાથે આ મકાનમાં રહેતો હતો ત્યારે પોલીસે તેની ધરપકાર કરી છે. આરોપી હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે
Latest Stories