Connect Gujarat
વડોદરા 

વડોદરા : હવે, ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓની પણ ખેર નહીં, જુઓ પોલીસનો એક્શન પ્લાન..!

X

પતંગ દોરીથી ગળું કપાતા અત્યાર સુધી 2 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં ચાઇનીઝ દોરી સાથે 12 લોકો ઝડપાયા

ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓની પણ ખેર નહીં

વડોદરા શહેર તથા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ચાઇનીઝ દોરીથી 2 નાગરિકોના મોત થયા હતા. એ બાબતને ગંભીરતાથી લઇ વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘે શહેરના તમામ પીઆઇ, એસીપી અને ડીસીપી સાથે બેઠક યોજી હતી. જેમાં તમામને ચાઇનીઝ દોરી, જ્યાં પણ વેચાતી હોય, ત્યાં દરોડા કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને વડોદરા શહેરમાં 60 જેટલી સંભવિત જગ્યાઓ પર ચેકિંગ કર્યું હતું.

જેમાંથી 9 જગ્યાએ ચાઇનીઝ દોરી મળી આવતા પોલીસે રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી 12 આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, ચાઇનીઝ દોરી સહિત કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ પણ લોકોએ ન કરવા અપીલ કરાય છે. ઉપરાંત જે લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા ઝડપાશે તેમની સામે પણ કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે.

Next Story