વડોદરા : શેરખી ગામે ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો...

વડોદરા જિલ્લાના શેરખી ગામ ખાતે ગતરોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

New Update

વડોદરા જિલ્લાના શેરખી ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા વડોદરા જિલ્લાના શેરખી ગામ ખાતે ગતરોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સાલ ઓઢાડી અને  શીલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સભા-શેરખીના પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#વડોદરા #સન્માન સમારોહ #તેજસ્વી તારલા #ક્ષત્રિયસમાજ #શેરખી ગામ
Here are a few more articles:
Read the Next Article