વડોદરા : ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા વેળા “હરે રામા, હરે ક્રિષ્ના”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

New Update
વડોદરા : ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા વેળા “હરે રામા, હરે ક્રિષ્ના”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

શહેરમાં ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા યોજાય

‘હરે રામા હરે ક્રિષ્ના’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું

ભગવાન જગન્નાથના પ્રત્યક્ષ દર્શનથી ભક્તો ધન્ય થયા

વડોદરા શહેરમાં ‘જય જગન્નાથ’ અને ‘હરે રામા, હરે ક્રિષ્ના’ના ગગનભેદી નાદ સાથે ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની કાષ્ઠની મૂર્તિ‌ઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિ‌ઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3.15 કલાકે મેયર નિલેશ રાઠોડ સહિત ધારાસભ્યોના હસ્તે પહિંદવિધિ કરી ભગવાન જગન્નાથજીના રથને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો, ત્યારે રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ દર્શન આપવા આવેલા ભગવાન જગન્નાથજીને ભક્તોએ વધાવી લઈ ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ, રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Latest Stories