/connect-gujarat/media/post_banners/066b24468e721cd5f67d8f64ea39eaf3cacb7f4099b98580efa186a6b8a0da2b.jpg)
વડોદરામાં ટ્રૉલી તૂટી પડતાં અકસ્માત
માલસામાન વહન કરતી ટ્રોલી તૂટી પડી
ગંભીર ઇજાના પગલે શ્રમજીવીનું મોત નિપજયુ
વડોદરા શહેરના ભાયલી સ્થિત નિલાંબર સર્કલ નજીક આવેલ નિર્માણાધીન ફોરચ્યુન ઇમ્પિરીયા સાઇટ પર માલસામાન વહન કરતી ટ્રોલી તૂટી પડતા એક શ્રમજીવી નીચે પટકાયો હતો જેમાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ.
મધ્યપ્રદેશથી રોજગારીની શોધમાં બે નાના બાળકો અને પત્ની સાથે વડોદરા આવેલ 32 વર્ષીય સરદાર ઇડાભાઈ દુદવા છેલ્લા ત્રણ મહિનાથી શહેરના ભાયલી સ્થિત નિલાંબર સર્કલ નજીક આવેલ નિર્માણાધીન ફોરચ્યુન ઇમ્પિરીયા સાઇટ પર મજૂરી કામ કરી પરિવાર સાથે નિર્માણાધીન સાઇટ પર જ રહેતા હતા.સાંજના સમયે શ્રમજીવી સરદાર ઇડાભાઈ દુદવા તેમનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક માલસામાન વહન કરતી ટ્રોલી નો કેબલ તૂટી પડતા નીચે કામ કરી રહેલ શ્રમજીવી સરદાર ભાઈ પર 22 મીટર ઉંચાઈ પર થી મહાકાય ટ્રોલી ધડાકાભેર પડતા આસપાસ કામ કરી રહેલ અન્ય શ્રમજીવીઓ દોડી આવ્યા હતા. અને ટ્રોલી હટાવી સરદારભાઈને બહાર કાઢ્યા હતા. પરંતુ તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિજપયુ હતું. નિર્માણધીન સાઇટ પર જ રહેતા મૃતકના પત્ની અને બે નાના બાળકોના આક્રંદથી વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.