/connect-gujarat/media/post_banners/f058e2c8324b59d3ad5fac7426896023c12b7319d8dfdb9de96e51c5c72f07d2.jpg)
વિવેક અગ્નિહોત્રી વડોદરાની મુલાકાતે
કહ્યું, ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ
ઓટીટી પર જે બતાવવામાં આવે છે તે યોગ્ય નથી
ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ શહેરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારો આવતી- જતી રહે છે પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ, પણ શરૂઆત ગોધરામાં ટ્રેન સળગી ત્યાંથી કરીશ.
પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજિત વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેલા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે, કાશ્મીર ફાઇલ્સ બનાવ્યા પછી જે વિરોધ થયો ત્યારે ખબર પડી કે આનાથી કેટલાય લોકોની દુકાનો ચાલતી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારો આવતી- જતી રહે છે પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર ફિલ્મ બનાવીશ, પણ શરૂઆત ગોધરમાં ટ્રેન સળગી ત્યાંથી કરીશ.ઓક્ટોબરમાં ધ વેક્સીન ફિલ્મ આવી રહી છે. ભારતીય રસી સૌથી સારી હોવાનું દુનિયા માની રહી છે.અને તેમાં 80 ટકા મહિલા સાયન્ટિસ્ટે કામ કર્યું હતું. જેમણે લોકડાઉનમાં કામ કરી રસી બનાવવામાં સફળતા મેળવી છે. વધુમાં જણાવ્યુ હતું કે હું દિલ્હી ફાઇલ્સ બનાવું છું. ભારત-પાકિસ્તાનના ભાગલાની અસર બધે થઇ હતી. જેના પરથી દિલ્હી ફાઇલ્સ બનાવી રહ્યો છું. જે પ્રકારે જાહેરાતથી લઇ ન્યૂઝ પર સેન્સરશિપ હોય છે તેવી સેન્સરશિપ ઓટીટી પ્લેટફોર્મ પર નથી. ઓટીટી પર જે કન્ટેન્ટ બતાવવામાં આવે છે તે યુવાનોને ખોટી દિશામાં દોરી રહ્યા છે. આગામી સમયમાં તેની ખરાબ અસરો થશે.