Connect Gujarat
વડોદરા 

વડોદરા: પ્રતાપનગર ખાતે પશ્ચિમ રેલવે દ્વારા રેલવે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

વડોદરા: પ્રતાપનગર ખાતે પશ્ચિમ રેલવે દ્વારા રેલવે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો
X

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર 68મા રેલવે પુરસ્કાર વિતરણ સમારંભનું ગરિમાપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું. વર્ષ 2022 23 દરમિયાન રેલવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે તેમને 38 વયક્તિગત પુરસ્કાર તથા બેસ્ટ ઓએચઈ ડેપો, બેસ્ટ કેપ્ટ સ્ટેશન તથા મેજર અને માઈનોર યાર્ડ માટે સેફ્ટી શિલ્ડ પણ આપવામાં આવી હતી.

વડોદરાના પ્રતાપ નગર ખાતે સ્થિત ઓડિટોરિયમમાં એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાણિજ્ય, વિજળી, એન્જિનિયરીંગ, યાંત્રિક, સામાન્ય, મેડિકલ, ઓપરેટિંગ, પર્સનલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, આરપીએફ તથા કલ્ચરલ, સ્પોર્ટ્સ, સિવિલ ડિફેન્સ અને સ્કાઉટ તેમજ ગાઈડ ટીમને ડીઆરએમ જીતેન્દ્ર સિંહે મેડલ અને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કર્યા. આ દરમિયાન સેફ્ટી શિલ્ડમાં મેજર યાર્ડ માટે ગોધરા અને માઈનોર યાર્ડ માટે અંકલેશ્વર, બેસ્ટ કેપ્ટ સ્ટેશન માટે વડોદરા, નડિયાદ, એકતા નગર, ગોધરા, છાયાપુરી અને ઉત્રાણ સ્ટેશન તેમજ બેસ્ટ ઓએચઈ ડેપો માટે ડાકોર ઓએચઈ ડેપોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા ડૉ. શ્વેતા સિંહ અને તેમની ટીમ, માન્ય ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીજનો, સિનિયર રેલવે અધિકારી, પુરસ્કૃત રેલવે કર્મચારી અને મીડિયા કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા.

Next Story