વિશ્વના 5 ખંડના વિવિધ દેશોની હોટેલના મેનુ કાર્ડનો અનોખો સંગ્રહ કરતાં વડોદરાના પદ્મશ્રી ડૉ.એમ.એચ.મહેતા...

ડૉ.એમ.એચ.મહેતાએ 500થી વધુ મેનુ કાર્ડસનો અનોખો સંગ્રહ કર્યો છે, જે એમની હરવા ફરવા અને ખાવા-પીવાના અનોખા શોખને દર્શાવી રહ્યું છે

New Update
વિશ્વના 5 ખંડના વિવિધ દેશોની હોટેલના મેનુ કાર્ડનો અનોખો સંગ્રહ કરતાં વડોદરાના પદ્મશ્રી ડૉ.એમ.એચ.મહેતા...

પદ્મશ્રી ડૉ.એમ.એચ.મહેતાનો સંગ્રહ પ્રત્યે અનોખો શોખ

વિવિધ દેશોની હોટેલના 500થી વધુ મેનુ કાર્ડસનો સંગ્રહ

250 જેટલા વિવિધ હોટેલ્સના મેનુ કાર્ડઝ પ્રદર્શિત કર્યા

વડોદરા શહેરના પદ્મશ્રી ડૉ.એમ.એચ.મહેતાએ 500થી વધુ મેનુ કાર્ડસનો અનોખો સંગ્રહ કર્યો છે, જે એમની હરવા ફરવા અને ખાવા-પીવાના અનોખા શોખને દર્શાવી રહ્યું છે. આપણે ઘણી વખત હોટલ કે, રેસ્ટોરન્ટમાં જતા હોય છે અને ત્યાં મેનુ કાર્ડ અથવા લિફ્ટલેટ્સ પણ જોતાં હોય છે. પરંતુ ક્યારેય એવો વિચાર આવ્યો ખરો કે, આ મેનુ કાર્ડનો પણ સંગ્રહ કરી શકાય..! હાલ વડોદરા શહેરમાં વડોદરા પીપલ્સ હેરિટેજ વીકની ઉજવણી ચાલી રહી છે.

જે અંતર્ગત શહેરના જાણીતા પર્યાવરણવિદ પદ્મશ્રી ડૉ.એમ.એચ.મહેતાએ વિશ્વના વિવિધ દેશોના ઢાબાથી લઈને 7 સ્ટાર્સ હોટેલ્સ, રેસ્ટોરાં અને કેફેના મેનુ કાર્ડનો અનોખો સંગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મને વિશ્વના વિવિધ દેશોમાં ફરવાનો ઘણો જ શોખ છે. છેલ્લા 50 વર્ષોમાં હું વિશ્વના 5 ખંડના મોટા ભાગના દેશો ફર્યો છું.

મને પહેલાથી જ વિવિધ હોટેલ્સ, રેસ્ટોરાં, કેફે ઢાબાના મેનુ કાર્ડઝ ક્લેક્ટ કરવાનો શોખ હતો. મારી પાસે 500થી વધુ મેનુ કાર્ડઝનો સંગ્રહ છે. પરંતુ અહીં પ્રદર્શનમાં 250 જેટલા વિવિધ હોટેલ્સના મેનુ કાર્ડઝ પ્રદર્શિત કર્યા છે. જેમાં થાઈલેન્ડ, દુબઈ, ઈજિપ્ત, ઈઝરાયેલ, કુવૈત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા, નેપાલ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કોરિયા, સહિત અનેક દેશો તેમજ ભારતના વિવિધ રાજ્યોના રેસ્ટોરા અને હોટેલ્સના વિવિધ શેપના મેનુ કાર્ડઝનો સમાવેશ થાય છે.

Latest Stories