"વિન્ટેજ વેહિકલ" : એશિયાના ગણમાન્ય 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' ઍલિગન્સ-2023નો 10મો શો વડોદરામાં યોજાશે...

New Update
"વિન્ટેજ વેહિકલ" : એશિયાના ગણમાન્ય 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' ઍલિગન્સ-2023નો 10મો શો વડોદરામાં યોજાશે...

લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ઍલિગન્સ-2023નો 10મા શોનું કરાયું છે આયોજન

200 જેટલા વિન્ટેજ વાહનોનું પ્રદર્શન યોજાશે

એશિયાની ગણમાન્ય 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' ઍલિગન્સ-2023 10મો શોનો ગુજરાતમાં વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આગામી તા. 6થી 8,જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ શો દિલ્હીમાં જ કરવામાં આવતો હતો. પ્રથમ વખત રાજધાની બહાર ગુજરાતના વડોદરાના રાજવી પરિવાસના પરિસરમાં યોજાઈ રહ્યો છે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ચેરમેન મદન મોહન સહિત રાજવી પરિવારના સભ્યો રાજવી સમરજીતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી રાધિકારાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ શોની ખાસિયત વિશે પત્રકારોને માહિતી આપી હતી. 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મો શો ગુજરાતના વડોદરામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઇક સહિત મહારાજા કાર્સ સહિત 200 જેટલા વાહનો પ્રદર્શીત કરવામાં આવશે. તેમજ 35 જેટલા નિર્ણાયકો દ્વારા તેનુ જજિંગ કરવામાં આવશે.

Latest Stories