વડોદરામાં મોડી રાતે બેફામ થાર ચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ બેફામ રીતે કાર હંકારી એક નિર્દોષ યુવકનો જીવ લીધો

New Update
vadodara accident

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા બેફામ ગતિએ વાહનો હંકારવાની લ્હાયમાં વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે આવતી થારે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અભિષેકનો મૃતદેહ કબજે કરી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. મૃતકના પિતા વાસુદેવભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલા ચાલકની ધરપકડ કરવાની અને વાહન જપ્ત કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.

Latest Stories