MP યુસુફ પઠાણ વિવાદમાં, વડોદરામાં VMCના પ્લોટ પર કર્યો ગેર’કાયદે કબ્જો

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી. તેમ છતાં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

New Update

પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો હોવાનો પૂર્વ નગરસેવકના આક્ષેપથી વિવાદ ઉભો થયો છે.

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી. તેમ છતાં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે આ જમીન વેચાણે લેવાની માગણી કરી હતી. જેના લઈને પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી. જમીન ફાળવવા પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. જોકેતાંદલજામાં તેમના ઘરની બાજુમાં આવેલા કોર્પોરેશના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબ્જો કરી ત્યાં દીવાલ અને તબેલો બાંધી દીધો હોવાના આક્ષેપ થતાં મામલો ગરમાયો છે.

 

#વડોદરા #ક્રિકેટર યુસુફ પઠાણ #પશ્રિમ બંગાળ #બેહરામપુર લોકસભા બેઠક #નામંજૂર #પ્લોટ #કબજો
Here are a few more articles:
Read the Next Article