/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/10135954/maxresdefault-111.jpg)
અયોધ્યામાં રામ મંદિર અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા
બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ત્યારે વડતાલ ખાતે વચનામૃત
મહોત્સવમાં હાજરી આપવા માટે આવેલાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સર્વોચ્ચ અદાલતના
ચુકાદાને આવકારી સત્યનો વિજય થયો છે તેમ જણાવ્યું છે.
રામ જન્મભુમિ પર સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને
રાજ્યના ડે.સીએમ નિતિન પટેલે આવકાર આપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ
વડતાલ ખાતે વચનામૃત મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. રામ મંદિર અંગેના ચુકાદા
વિશે તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશનું સુત્ર છે સત્યમેવ જયતે અને આજે ખરા અર્થમાં સત્યનો વિજય થયો
છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન રામ એ સંયમના દેવતા હતા, એટલે આપણે સૌકોઇએ સંયમ
દાખવી દેશની શાંતિ અને વિકાસમાં સાથ સહકાર આપવો જોઇએ.