ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહયાં છે ત્યારે ગ્રામ્ય અને તાલુકા સ્તરે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. વાગરામાં પણ બચ્ચો કા ઘર ખાતે 46 બેડની સુવિધાવાળા કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ થઇ ચુકયો છે.
વાગરામાં આવેલ બચ્ચોં કા ઘર સ્કૂલમાં હાલ પુરતા 46 બેડની વ્યવસ્થા સાથે કોવીડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. બચ્ચોં કા ઘરનાં ટ્રસ્ટીઓ તેમજ મેડિકલ સ્ટાફ અને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં સેન્ટરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વાગરા તથા આસપાસ આવેલાં ગામોના લોકોને કોરોનાની સારવાર માટે અત્યાર સુધી ભરૂચ જવું પડતું હતું. બચ્ચો કા ઘર ખાતે દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે. સેન્ટરમાં દાખલ થનારા દર્દી માટે ઓકિસજનની પણ વ્યવસ્થા કરાય છે. સખાવતીઓની મદદથી શરૂ કરાયેલાં કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.