વાલિયામાં પૌરાણિક કમળા માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવની તૈયારીને અપાયો આખરી ઓપ

New Update
વાલિયામાં પૌરાણિક કમળા માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવની તૈયારીને અપાયો આખરી ઓપ

વાલિયા ગામમાં આવેલ કમળા માતા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ સમિતિ દ્વારા આણંદના ઋષભ વૃંદના કલાકારોના સથવારે નવરાત્રી મહોત્સવ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કમળા માતા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા જોવા આવનારા લોકો માટે પણ અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈને પણ ગરબા જોવા કે રમવામાં અગવડ નહીં પડે તે માટે વિશેષ કાળજી રાખવામાં આવી છે.

એક માત્ર કમળા માતાજીના મંદિરે જ તમામ ગામના તેમજ તાલુકાના લોકો એકત્રિત થઈ માતાજીના ગરબે જુમી માતાજીની આરાધનામાં લિન બને છે. ત્યારે કમળા માતા નવરાત્રી સમિતિએ ખેલૈયાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કર્યું છે.

Latest Stories