વલસાડ શહેરની નજીક રહેતી બે બાળકની માતાએ ૧૮૧ અભયમને ફોન કરી સહાયની માંગણી કરતા ૧૮૧ની ટીમ મહિલાને વ્હારે પહોંચી હતી.
મળતી માહિતી અનુશાર પાડોશમાં રહેતો યુવક પરણિતાની મોબાઇલ નંબર મેળવી છેલ્લા એક માસથી અશ્લિલ મેસેજ કરી હેરાન-પરેશાન કરતો હતો. પરણિતા અને અને તેના પતિએ પણ તેને આવું કૃત્ય ન કરવા જણાવ્યું હતું. આમ છતાં તે મેસેજ મોકલતો જ હતો. આ ઉપરાંત પરણિતાને આવતા જતાં પણ તે પીછો કરતો હતો. પરણિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદની માંગણી કરી હતી. વલસાડ ૧૮૧ ટીમે છટકું ગોઠવી યુવકને પકડી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, આવું કૃત્ય કરવું ગુનો છે. પરંતુ આ યુવકને આ સલાહની પણ કોઇ અસર ન થતાં અભયમ ટીમે વલસાડ પોલીસને હવાલે કર્યો હતો. આમ પરણિતાને યુવકના ત્રાસમાંથી મુકત કરાવી હાશકારો અનુભવાયો હતો.