વલસાડ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનમાં પોલીસ હેડ કવાર્ટરના પી.એસ.આઈ., ડી.વાય.એસ.પી., એસ.ડી.પી.ઓ., પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ, ગ્રામ રક્ષક દળના સભ્યો તથા ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા ૧૫ કિલો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી પોલીસ હેડ ક્વાર્ટરને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170