વલસાડ : વાઘલધરાના આચાર્યની બદલી થતાં વાલીઓએ કરી શાળાને તાળાબંધી

New Update
વલસાડ : વાઘલધરાના આચાર્યની બદલી થતાં વાલીઓએ કરી શાળાને તાળાબંધી

રાજયમાં ટાટના નિયમો મુજબ આચાર્યોની બદલીનો દોર શરૂ થતાં કેટલાક સ્થળોએ આચાર્યોની બદલી રોકવાની માંગ સાથે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહયાં છે ત્યારે વલસાડના વાઘલધરા ગામેથી પણ આવી જ ઘટના સામે આવી છે.

વલસાડ ખાતે આવેલ વાઘલધરા વિદ્યામંદિર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી રહયાં છે અને તેનું કારણ છે આચાર્યની થયેલી બદલી. શાળાના આચાર્યની બદલી કરી દેવામાં આવતાં છાત્રો તેમજ વાલીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આચાર્યની બદલીનો હુકમ રદ કરી તેમને શાળામાં જ રહેવા દેવાઇ તેવી માંગ સાથે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે.

વાઘલધરા ગામની શાળાને તાળાબંધી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો ઇન્કાર કરી દેતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આચાર્યની બદલી સરકારના પરિપત્ર મુજબ કરાઇ હોવાથી તેને રોકવી અશકય છે તેેથી વાલીઓ અને વિદ્યાર્થીઓની સમજાવટના પ્રયાસ ચાલી રહયાં છે.

Latest Stories