વલસાડ જીલ્લામાં તારીખ ૬થી ૧૩ માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજનો થકી કિડનીની તંદુરસ્તી પ્રત્યેત જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ થાય તે હેતુસર કિડની જાગૃતિ સપ્તાતહનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, મંત્રી કનુ દેસાઇએ દીપ પ્રાગટ્ય કરી બ્લરડ ડોનેશન કેમ્પક સાથે ખુલ્લો મુક્યોુ હતો.

કિડની જાગૃતિ સપ્તા્હના પ્રથમ દિને સવારે ૭ કલાકે પારડી નગરમા સાયકલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં ઉમરસાડી હેલ્થજ ક્લલબ, વલસાડના સન્ડે સ્પોોર્ટ્સવ ક્લોબના સાયકાલિસ્ટવ વગેરેએ ભાગ લીધો હતો. કિડનીના રોગો પ્રત્યેસ જન જાગૃતિ કેળવાય એ હેતુથી કિડની રથને પ્રસ્થાેન પણ માનનીય મંત્રીશ્રીએ કરાવ્યું હતું. આવનારા સપ્તાવહ દરમિયાન આ કિડની રથ પારડી નગર તેમજ આજુબાજુ ના ગામોમાં ફરી જન સામાન્ય ને કિડની ની તંદુરસ્તી વિશે જાણકરી આપશે. બપોરે ૧૨ વાગ્યેત મેડિકલ હોમ ખાતે ડોક્ટનરો માટે એક સેમિનારનુંઆયોજન કરાયું હતું. જેમાં કિડનીના નિષ્ણા‍ત ડોક્ટડરોએ કિડનીના રોગો વિશે જાણકારી આપી હતી. ડો. સાગર જેઠવા નેફ્રોલોજિસ્ટે, ડો. નારાયણ કેવલાની યુરોલોજીસ્ટ , ડો. સુમિત મહસ્કઠર યુરોલોજીસ્ટસ, ડો. સંદીપ દેસાઈ ડાયાબિટીસના નિષ્ણાનત વગેરેએ ઉપસ્થિ ત ડોકટરોને કિડનીના રોગો વિશે વિશેષ માહિતી આપી હતી. આવનારા દિવસોમાં સ્કૂિટર રેલી, મશાલ રેલી, લાયન્સી ક્લેબના સભ્યો દ્વારા રન ફોર કિડની, વોક ફોર કિડની, યોગા ફોર કિડની જેવા કાર્યક્રમો દ્વારા કિડનીની તંદુરસ્તીા પ્રત્યેટ જન જાગૃતિ કેળવવામાં આવશે. હેલપિંગ હેન્ડક ચેરીટેબલ ટ્રસ્ટી અને મેહતા હોસ્પિ ટલ દ્વારા આયોજિત કિડની જાગૃતિ સપ્તાેહ દરમ્યા્ન મફત લોહી, પેશાબ, ડાયાબિટીસની તપાસ, મફત ઈ.સી.જી. કરી આપવામાં આવશે. ઉપરાંત કિડની, પ્રોસ્ટેહટ, પથરી વગેરે રોગોના ઓપરેશન પ૦ ટકા તેમજ મા, આયુષમાન કાર્ડ ધારકને મફત કરી આપવામાં આવશે. અહીં નવા આયુષમાન કાર્ડ બનાવી આપવાનું પણ શરૂ કરવામાં આવ્યુંત છે.