/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/30224129/maxresdefault-409.jpg)
ઔદ્યોગિક નગરી વાપીની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ચોરીની વધતી ઘટનાઓ કંપની સંચાલકો માટે ભારે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે ફરી એકવાર વાપી જીઆઇડીસીના ફોર્થ ફેઝ વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં લાખો રૂપિયાના કેમિકલની ચોરીની ઘટના બહાર આવી હતી.. જોકે વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે ગણતરીના સમયમાં જ આ કેમિકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે... ત્યારે કોણ છે આ ચોર બેલડી જોઈએ આ અહેવાલ...
વાપીના ફોર્થ ફેઝ વિસ્તારમાં આવેલા રેમ્બો કંપની કેમિકલ બનાવતી કંપની છે.. આ કંપનીમાં 2.86 લાખના કેમિકલ પાવડર ની ચોરી ની ઘટના પ્રકાશમાં આવી હતી.. કંપનીના સંચાલકો દ્વારા વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે વલસાડ એલસીબીની ટીમે ૨ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓ પાસે કંપની માંથી ચોરાયેલ 2.86 લાખના કેમિકલ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યા છે...
તમારી સ્કિન પર ઉભેલા આ બંને આરોપી પહેલી નજર માં માસૂમ લાગે છે ..પ્રદીપ સીંગ મૂળ ઝારખંડ નો અને રાકેશ ધોડિયા ધરમપુર નો વતની છે ...જોકે આપને જણાવી દઇએ કે rainbow કંપનીમાં ચોરીને અંજામ આપનારા બંને ઇસમો કંપનીના જ કર્મચારી હોવાનો ખુલાસો થયો છે... કંપનીમાં કામ કરી રહેલા બન્ને કર્મચારીઓને કંપનીની તમામ સ્ટોરેજ અને બહાર નીકળવા ના ચોર રસ્તા ની જાણકારી ધરાવતા હતા.. સમય મળતા થોડો-થોડો કેમિકલ પાવડર ની ચોરી કરતા હતા ..જો કે કંપનીના મેનેજર દ્વારા ગોડાઉનમાં સ્ટોક ની ગણતરી થતા ચોરી નો આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો ..જોકે હવે પોલીસે ઝડપાયેલા બન્ને ચોર ની ઓળખ પરેડ માટે કંપનીના સંચાલક ને બોલાવ્યો હતો ત્યારે આ બંને નમક હરામ કર્મચારીના કરતૂતો બહાર આવી ગયા છે...
આરોપી પ્રદીપ અને રાકેશ આ કંપનીમાં લાંબા સમયથી નોકરી કરતા હતા .. જે કંપનીએ તેમને રોજગારી આપી અને માનભેર જીવવા માટે એક તક આપી તેમ છતાં પણ આ બંને કર્મચારીઓએ જે થાળીમાં ખાધુ તેમાં જ છેદ કર્યો છે .. ત્યારે હવે બંનેને પસ્તાવા સિવાય કોઇ ઉપાય નથી.. ચોરીના મામલે તો આરોપીઓ એ થોડા સમયમાં થી જેલમાંથી બહાર આવી જશે ..પરંતુ ફરી કોઈ કંપની આવા હરામખોર કર્મચારીઓને નોકરી એ નહીં રાખે તે ચોક્કસ છે ..