ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેનમાં બની અજીબ ઘટના

ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા મુસાફરોને હાલાકી

બોગીમાં લીકેજ થતા વરસાદી પાણી જેવા દ્રશ્યો સર્જાયા

જાગૃત મુસાફરે મોબાઈલ કેમેરામાં વિડિયો કેદ કર્યા

રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા

 વલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આમ તો રેલવે વિભાગ મુસાફરોની સુવિધા માટે અનેક યોજનાઓનવી ટ્રેન સહિત સુરક્ષા તેમજ મુસાફરોની સલામતી ચોક્કસ જાળવે છે. પરંતુ ક્યારેક બેદરકાર રેલવે તંત્ર આ બધી સવલતો આપવામાં ક્યાક કાચું પણ પડે છે. મળતી માહિતી અનુસારવલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં બોગીના ટોઇલેટની પાણીની ટાંકીમાં લીકેજ થતા જાણે વરસાદી પાણી વરસતું હોય તેવા દ્રશ્યો એક જાગૃત મુસાફરે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. મુસાફરે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કેરેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. જેથી વહેલી તકે રેલવે વિભાગ આવી સમસ્યાઓનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.