વલસાડ જિલ્લામાં પ્રજા કલ્યાણના જન-મન અભિયાનના પંચ કલ્યાણ પ્રકલ્પના કૃષિદર્શન અભિયાન અંતર્ગત ધરમપુર અને કપરાડા તાલુકાના ખેડૂતોના કલસ્ટર બનાવાયા હતા. આ કલસ્ટરમાં ઉત્પાદિત કેસર કેરીનો સંગ્રહ કરવા અને તેનું યોગ્ય માર્કેટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા ભારત સરકારના કૃષિ મંત્રાલય સાથે જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વલસાડ-નવસારી કલસ્ટરથી ચાલુ સીઝનની 14000 કિલો કેસર કેરી બાય એર કેનેડા નિકાસ કરવામાં આવી છે. આમ ચાલુ સીઝનની કેરીની પ્રથમ નિકાસની સફળ શરૂઆત થઇ ગઇ છે. આગામી સમયમાં માલદીવ સહિત અન્ય દેશોમાં નિકાસ કરવાથી પ્રક્રિયા ચાલુ હોવાનું વલસાડ કલેક્ટર આર.આર.રાવલ દ્વારા જણાવાયું છે.