/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/11163513/maxresdefault-125.jpg)
ગુજરાત રાજયમાં આગના બે બનાવો નોંધાયા હતાં. જેમાં
ભરૂચ અને સુરત જિલ્લાની હદ પર આવેલી મહાદેવ યાર્ન કંપનીમાં તથા વલસાડમાં નિવૃત
ડીવાયએસપીના મકાનમાં આગની ઘટનાથી દોડધામ મચી હતી.
સુરત અને ભરૂચની હદ પર આવેલ મહાદેવ યાર્નની કંપનીમાં શોર્ટસર્કિટના કારણે
આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 13 જેટલા ફાયર ફાઈટરો આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી દીધાં હતાં. આગ
કાબુમાં આવે તે પહેલાં ફેકટરીના 6 મશીન અને 600 ટન યાર્નનો જથ્થો બળી ને ખાખ થઇ ગયો હતો. આગની બીજી ઘટનાની વાત કરવામાં આવે તો
વલસાડ ના ધોબીતળાવ વિસ્તારમાં
પોલીસ ચોકી ની સામે આવેલ શાલીમાર એપાર્ટમેન્ટ ના
પેહલા માળે એક ફલેટમાં આગ લાગી હતી. જે ફલેટમાં આગ લાગી તે નિવૃત ડીવાયએસપીનો
હોવાનું જાણવા મળી રહયું છે. આગનો બનાવ બન્યો ત્યારે ફલેટમાં કોઇ હાજર ન હોવાની
વિગતો સપાટી પર આવી છે. ઘરના ટીવીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાાઇ રહયું
છે.