NDAના ઉમેદવાર જગદીપ ધનખડને 528 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા છે, જ્યારે 15 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા છે, ત્યારે હવે જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર થશે.

આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ પદ માટે PM મોદી ઉપરાંત હેમા, રવિ કિશન અને ભજ્જીએ પણ વોટિંગ કર્યું હતું. આંકડાના હિસાબથી NDAના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી હતી. જોકે, માર્ગરેટ અલ્વાએ તેમને ટક્કર આપી હતી. NDA તરફથી જગદીપ ધનખડ તથા વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉમેદવાર હતા. TMCએ તેના 36 સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું હતું. જોકે, 725 સાંસદોએ મતદાન કર્યું હતું. મમતાના 2 સાંસદે ક્રોસ વોટિંગ કર્યું અને 34 સાંસદ મતદાનથી દૂર રહ્યા હતા. TMC સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણય સામે મતદાન કર્યું હતું, ત્યારે હવે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડના નામની જાહેરાત થઈ શકે છે.